સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટડી શહેરમાં એક કોમ્પલેક્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે, આગ વિકરાળ બની જતા પાટડી નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. પરંતુ પાટડી નગરપાલિકા પાસે ફાયરની સુવિધાઓ જ ઉપલબ્ધ નહોતી. પાટડી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી. ફાયર બ્રિગેડ પાસે સાધનો જ નહોતા. જેથી ધ્રાંગધ્રા અને વિરમગામથી ફાયરની ટીમ બોલાવવાની ફરજ પડી હતી.
પાટડી નગરપાલિકા પાસે ફાયર સુવિધા ન રહેતા આખરે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવા જેવો ઘાટ ઘડાયો હતો. કોમ્પલેક્સમાં વિકરાળ આગને લીધે ભારે નાસભાગ મચી જવા પામી હતી. આગને લીધે અને સમયસર ફાયર બ્રિગેડની મદદ ન મળતા ભારે નુકસાન થવા પામ્યું હતું.