
સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓનો આતંક સામે આવી રહ્યો હતો. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સતત દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખનિજ ચોરી અટકાવવા સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહેસુલી ચોકી ઉભી કરવામાં આવી છે. થાન તાલુકાના જામવાડી અને ભાડુલા વિસ્તારમાં ખનિજ ચોરી પર દરોડા બાદ મહેસુલી ચોકી ઉભી કરાઈ છે.
કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા આ નિર્ણય લેવાયો છે. મહેસુલી ચોકી પર તંત્રના અધિકારીઓ મુકવામાં આવશે. ખનિજ ચોરી મામલે તંત્રએ વધુ એક એક્શન પ્લાન ત્યાર કરવામાં આવ્યો. મામલતદાર સહિતના અધિકારીઓ મહેસુલી ચોકી પર હાજર રહેશે. હવે ખનિજ ચોરી કરનારની ખેર નથી. પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ 200થી વધુ ગેરકાયદેસર કર્બોસેલની ખાણો જામવાડી અને ભાડુલા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી છે.
ચોટીલા પ્રાંત અધિકારીએ થાન વિસ્તારમાં અડીગો જમાવ્યો
ખનિજ ચોરી અટકાવવા માટે ફરી ચોટીલા પ્રાંત અધિકારીએ થાન વિસ્તારમાં અડીગો જમાવ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત ખનિજ ચોરી અટકાવવા માટે મહેસુલી ચોકી ઉભી કર્યા બાદ પ્રાંત અધિકારી ચોકીની મુલાકાતે દોડી આવ્યા હતા. મહેસુલી ચોકી ઉભી કર્યા બાદ પ્રાંત અધિકારી હરેસ મકવાણાએ કડક સૂચના આપી છે. જામવાડી અને ભડુલામાં ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ કરતા મજૂરોને પ્રાંત અધિકારીએ વતન તરફ રવાના કરવામાં આવ્યા હતા. તમામ ગેરકાયદેસર ખાણો બંધ કરાવામાં આવી છે. હવે ગેરકાયદેસર ખોદકામ કરશે તો તે ખનિજ મફિયાઓ પર કાર્યવાહી થશે.