
સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ તંત્રના ડર વિના ખુલ્લેઆમ ખનીજનું ખનન અને વહન કરી રહ્યા હતા. સુરેન્દ્રનગરના અનેક સ્થળો પરથી ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી ખનીજ ચોરીના વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આખરે તંત્રએ આ મામલે આળસ મરડીને કાર્યવાહી શરુ કરી છે જેમાં ખનીજ ચોરી કરી તેનું વહન કરતા વાહનોને ઝડપી પાડ્યા છે.
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ પ્રાંત અધિકારીની રેકી કરતા ઝડપાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા રાજકોટ હાઇવે રોડ પર નાની મોલડી તેમજ આપા લગીગાના ઓટલા નજીક આકસ્મિક ચેકિંગ દરમિયાન ખનીજ માફિયાઓ તંત્રની રેકી કરતા હતાય. આ મામલે પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનીજથી ભરેલા 5 જેટલાં ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે. તંત્રએ કુલ 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાદી રેતીની રોયલ્ટી વગર હેરાફેરી કરવામાં આવતી હતી અને ખનન અને વહન કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે. ગેરકાયદેસર ખનીજનું વહન કરતા વાહનો જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.