
Surendranagar News: સુરેન્દ્રનગરમાં ટંકારા જુગારધામ તોડકાંડ મામલે સમાચાર આવી રહ્યા છે. ટંકારા જુગારધામ તોડકાંડમાં સંડોવાયેલા પીઆઈ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. PI વાય.કે.ગોહિલના 03 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, ટંકારા પાસે કમ્ફર્ટ હોટલમાં 51 લાખનો તોડ થયો હતો. સમગ્ર બાબતની તપાસ લીંબડી DYSP વિશાલ રબારીને સોંપવામાં આવી છે. તોડકાડ મુદ્દે PI વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગણી કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કચ્છના આદિપુરથી SMCએ ધરપકડ કરી હતી. હવે લીંબડી DYSP દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.