
Surendranagar news: એકવાર ફરીથી સુરેન્દ્રનગરમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા છે. શહેરના મહાલક્ષ્મી ટોકીઝ નજીક મજૂરી કરી પેટિયું રળતા પરિવારજનોના વાહનો ચોરાઈ ગયા હતા. ગરીબ વર્ગના લોકોએ પોતાના વાહનો ચોરાયા અંગેની ફરિયાદ તો નોંધાવી પરંતુ તપાસ ન કરાતો હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસ ઉડાઉ જવાબ આપી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.
મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગરમાં મહાલક્ષ્મી ટોકીઝ નજીર રહેતા શ્રમજીવી પરિવારની લારીઓ, રિક્ષા અને મજૂરી માટે લઈ જવાતી રેકડી સહિતના વાહનો ચોરાયા હોવાનું સામે આવ્યું છે. જેથી ગરીબ વર્ગે પોતાના જીવનના આધાર એવા વાહનો ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વાહનો ચોરીની ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું જેથી ગરીબોએ પોલીસ ઉડાઉ જવાબ આપી રહી છે અને પૂરતી તપાસ ન કરી હોવાનો આક્ષેપ મૂકયો હતો.
જેથી કરીને ગરીબોના વાહનોની તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠી છે. ચોરોએ વાહનો ચોરી કરીને ભંગારમાં આપ્યા હોવાના અરજદારોએ જણાવ્યું હતું. ઉપરાંત અરજદારે પોલીસને ભંગારના ડેલા સુધી લઈ ગયા છતાં કોઈ પગલાં કે એક્શન ન લીધી હોવાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠયા છે.