
ગુજરાતભરમાં ઉનાળાની ઋતુએ કહેર મચાવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હીટ વેવને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવામાં આજે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 45 ડીગ્રી વટાવી ગયું હતું. અંગ દઝાડતી ગરમીને લઈ પ્રજા ત્રસ્ત થઈ હતી. બપોરના સમયે મુખ્ય માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. તેમજ ગરમીને લઈ તંત્ર પણ એકશનમાં આવ્યું હતું.
બપોરના સમયે ચાલતી તમામ કન્ટ્રક્શન લાઈનો બંધ કરાવી મજૂરોને અને કામદારોને રેસ્ટ અપાયો હતો. કચેરીઓના સમયમાં પણ ફેરફાર કરાયો હતો. આ સાથે જ રણનું તથા આસપાસના વિસ્તારનું તાપમાન 47 ડીગ્રી પર પહોંચ્યું હતું. ગરમીના કારણે રણમાં પશુઓને ગરમી લાગી જતા બેહોશ થઈ ગયા હતા. જેથી કેટલાક નાગરિકો દ્વારા પશુઓને ઠંડુ પાણી પીવડાવી તેમના જીવમાં પ્રાણ પુર્યો હતો. ગરમીથી બચવા માટે તંત્રની નીગરિકોને સતત અપીલ કરવામાં આવી રહી છે.