
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ સુરેન્દ્રનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યા ભેટ ગામની 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે બે નરાધમો કારખાનાની ઓરડીમાં સગીરાને લઈ ગયા અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
નરાધમોએ સગીરાને ધમકી પણ આપી
નરાધમોએ સગીરાને ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે સુરેન્દ્રનગરના મૂળી પોલીસ સ્ટેશનમાં 2 નરાધમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં છેલ્લા 21 દિવસમાં 03 દુષ્કર્મના બનાવ સામે આવ્યા છે.
થાનમાં થોડક દિવસ પહેલા સગીરા પર આઠ નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ
થોડાક દિવસો પહેલા સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ડી.વાય.એસપી રબારીએ આપેલી માહિતી અનુસાર આ મામલે એકની ધરપકડ કરી લેવામાં આવી હતી.