Home / Gujarat / Tapi : E. Superintendent caught taking bribe from canteen contractor

Tapi News: કેન્ટીન કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા ઈ. અધિક્ષક ઝડપાયા, ધમકી આપી બે હજાર રૂપિયા માંગ્યા

Tapi News: કેન્ટીન કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા ઈ. અધિક્ષક ઝડપાયા, ધમકી આપી બે હજાર રૂપિયા માંગ્યા

તાપી જિલ્લાના ઉકાઈ સોનગઢ રેલવે સ્ટેશન ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા એક સરકારી કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી કૈલાશચંદ્ર બાલુરામ મીના, જે સ્ટેશન પર ઈનચાર્જ સ્ટેશન અધિક્ષક તરીકે વર્ગ-3માં ફરજ બજાવે છે. આરોપીએ સ્ટેશન પરની કેન્ટીનના પેટા કોન્ટ્રાક્ટર પાસેથી દર મહિને 2000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. તેણે કેન્ટીનમાં યોગ્ય સફાઈ નથી રાખવામાં આવતી એવું કારણ આગળ ધરીને કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો રિપોર્ટ કરવાની ધમકી આપી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દર મહિને 2 હજાર નક્કી કર્યા હતા

રેલ્વેમાં લોકો પાયલોટ ગાર્ડના અધિકારી/કર્મચારીઓનુ જમવાનુ બનાવવાના મળેલ કોન્ટ્રાક્ટર/પેટા કોન્ટ્રાક્ટરોને રેલ્વેના સ્ટેશન અધિક્ષક નાએ જે-તે જગ્યા ઉપર યોગ્ય સફાઇ ન રાખતા હોવાનુ જણાવી, કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો રીપોર્ટ કરી દેવાનુ જણાવી, દર મહિને પેટા કોન્ટ્રાક્ટર પાસે  રૂ.૨૦૦૦/- ની લાંચની માંગણી કરે છે. જે હકિકત ખરાઇ કરવા આજરોજ ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરેલ અને લાંચના ડિકોય છટકા દરમ્યાન ઉપરોક્ત આક્ષેપિતે ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦૦/- ની લાંચની માંગણી કરી,  સ્વિકારી હતી.

એસીબીએ રંગેહાથ ઝડપ્યા

ACBએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. આરોપીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. ACB દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related News

Icon