Home / Gujarat / Tapi : Sumul Dairy's announcement for cattle farmers

Tapi News: સુમુલ ડેરીની પશુપાલકો માટે જાહેરાત, દૂધના કિલો ફેટે ચૂકવશે 120 બોનસ

Tapi News: સુમુલ ડેરીની પશુપાલકો માટે જાહેરાત, દૂધના કિલો ફેટે ચૂકવશે 120 બોનસ

ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ  120 રૂપિયા બોનસ આપવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દૂધના કિલોગ્રામ ફેટે રૂ.120 બોનસ ચૂકવાશે

સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, 'ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આમ ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને દૂધના ભાવફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે રૂ. 120 બોનસ અપાશે. જ્યારે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખથી વધુ ખેડૂતો માટે ભાવફેર અને બોનસ પેટે 400 કરોડ રૂપિયા ચૂકવાશે.'

115 રૂપિયા બોનસ ચૂકવાશે

સુમુલ ડેરીની જાહેરાત બાદ સુરત અને તાપી જિલ્લાની 1200 મંડળી સાથે 2.50 લાખ પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે. જ્યારે અગાઉ ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે 115 રૂપિયા બોનસ ચૂકવવામાં આવતું હતું. 

Related News

Icon