Home / Gujarat / Tapi : Ukai Dam was filled up despite the decrease in rainfall in the upper reaches

ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવા છતાં ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાયો, સુરતને આટલા વર્ષ ચાલે તેટલું  છોડી દેવાયું પાણી

ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવા છતાં ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાયો, સુરતને આટલા વર્ષ ચાલે તેટલું  છોડી દેવાયું પાણી

ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લેતા આજે પાણીની આવક ઘટતા અને જાવક ઓછી કરાઈ છે. ડેમ સંપૂર્ણ એટલે કે 345 ફૂટની સપાટીએ પહોંચી ગયો છે. જો કે આ વર્ષે વરસાદ વધુ વરસતા સુરતને 16 વર્ષ સુધી પીવાનું પાણી ચાલે તેટલું ડેમમાંથી છોડીને દરિયા ભેગુ કરવામાં આવ્યું છે. 

એક ડેમમાં ભરાય તેટલું પાણી થયું દરિયા ભેગું

ઉકાઈ ડેમની વર્તમાન સંગ્રહ કરવાની ક્ષમતા 7346 MCM છે. તેની સામે ડેમમાંથી અત્યાર સુધીમાં 7644.81 MCM પાણી તાપી નદીમાં છોડી દેવાયું છે. આમ તો ચાલુ વર્ષે ઉકાઈમાં 12040.87 MCM પાણીની આવક થઈ છે. જેમાંથી 7644.81 MCM પાણી છોડી મુકાયું છે. પાણીની આવક પણ ઘટીને 34 હજાર કયુસેક થતા પાણી છોડવાનું સંપૂર્ણ બંધ કર્યું હતુ. ફક્ત કેનાલ વાટે 800 આઉટફલો ખેતીપાક માટે પાણી છોડવાનું ચાલુ રાખ્યું હત.

7644 એમસીએમ પાણી છોડી દેવાયું

ઉકાઈ ડેમમાં આ વર્ષે 27મી જુને પાણી આવવાની શરૂઆત થયા બાદ છેલ્લા ત્રણ મહિનામાં ઉકાઈ ડેમમાં કુલ 12040.87 મિલિયન ક્યુબીક મીટર (એમસીએમ) પાણીની આવક આવી હતી. જેમાંથી છ ઓગસ્ટથી લઈને આજદીન સુધીમાં કુલ 7644 એમસીએમ પાણી ઉકાઇથી તાપી નદીમાં છોડી મુક્યું હતુ. સિંચાઈ માટે એક વર્ષમાં 3242 MCM પાણી છોડવામાં આવે છે. તેથી ફક્ત સિંચાઈ માટે અઢી વર્ષ ચાલે તેટલું પાણી છોડી દેવાયું છે.