VIDEO: તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધા આસપાસના વિસ્તારોના નદી-નાળા, કુદરતી વહેણમાં નવા નીરની આવક થઈ છે. વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ બાદ મીંઢોળા નદીમાં વરસાદી પાણીની ભરપૂર આવક છે. આ ઉપરાંત વ્યારાથી ચીખલી જતો રોડ વરસાદી પાણીમાં જળમગ્ન થયો છે. રોડ પાણીમાં ગરકાવ થઈ જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે. રોડ-રસ્તા પર પાણી ભરાઈ જતા સુરક્ષાને લઈને સવાલ ઉઠયા છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. જેથી મીંઢોળા નદીમાં પાણીની આવક થઈ છે. નદીમાં પાણીનો આવરો થતા વ્યારા-ચીખલીનો રોડ જનતા માટે મુસીબત બન્યો છે. આ રોડ પરથી ટ્રક પસાર થતા રોડના પોપડાં ઉખડી જતા જીવના જોખમે ટ્રક, વાહનો પસાર થઈ રહ્યા છે. લોકો દ્વારા જીવના જોખમો આવી અજધેથી પરત જવા મજબૂર થયા છે. આ સ્થિતિમાં પોલીસના જવાનો રોડની બંને બાજુ તૈનાત કરવામાં આવે તો લોકો જીવના જોખમે પસાર નહિ થાય એવી માંગ ઉઠી છે.