Vadodara News: વડોદરામાંથી ST ડેપોના મહિલા કર્મચારીની દાદાગીરીનો મામલો સામે આવી રહ્યો છે. પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને ગાંધીનગર વોરંટની બજવણી કરવા જઈ રહેલા પોલીસકર્મીને ટિકિટ આપી ન હતી. જેને લઈ ST કર્મચારીની દાદાગીરીનો વિડિયો બનાવી પોલીસ કર્મીએ વાયરલ કર્યો હતો.
પોલીસ કર્મીએ ટિકિટ માટે આપેલું વોરંટ STના મહિલા કર્મીએ ફેંકીને પરત આપી દીધું અને અન્ય મુસાફરોને ટિકિટ આપતા મહિલા કર્મીએ પોલીસકર્મીને ટિકિટ ન આપતા હોબાળો મચ્યો હતો. STના ઉપરી અધિકારીએ પણ ટિકિટ માંગી રહેલા પોલીસકર્મીનો વીડિયો ઉતાર્યો હતો. ગેરવર્તણૂક કરનાર મહિલા કર્મીને ટિકિટ બારી પરથી દૂર કરાયા હોવાની માહિતી મળી છે. FSLનું વોરંટ લઈને પોલીસ કર્મચારી ગાંધીનગર જતો હતો.
નોંધ : વાઇરલ વિડીયોની GSTV પુષ્ટિ કરતું નથી અને વીડિયોને GSTV સાથે કોઈ લેવા દેવા નથી.