ગુજરાતમાં તેમજ દેશમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા છે. ગુજરાતમાંથી PMO અધિકારી, નકલી જજ, નકલી DYSP બાદ હવે વધુ એક મહાઠગ ઝડપાયો છે. પોલીસ અને જીએસટી અધિકારીની ઓળખ આપનાર ઠગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. ઝુબેર પઠાણ નામનો શખ્સ નકલી અધિકારીનો રૂઆબ ઝાડીને ભૂજના વેપારીને ધમકાવ્યા હતા. આરોપીએ વેપારીને ચોરીનો માલ ખરીદ કર્યો છે અને પોલીસ તમારી ધરપકડ કરશે એવું કહીને ધમકાવીને રૂપિયા 81 હજાર પડાવી લીધા હતા. ભેજાબાજ ઝુબેર તાંદલજાનાં એક વેપારીના બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવી રોકડા ઉપાડી લીધા હતા.

