
વડોદરા મહાનગર પાલિકાએ શહેરની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો છે. દબાણ શાખાની ટીમ કારેલીબાગ વિસ્તારમાં ત્રાટકી હતી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. હોળીના દિવસે કારેલીબાગ આમ્રપાલી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેને પગલે આજે આ સ્થળ પાસેના ગેર કાયદેસર દબાણો પર પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી.
મહાનગર પાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીમાં ત્રણ ટ્રક કરતાં પણ વધુ સમાન જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પાલિકા દ્વારા શાકભાજીની લારી, ખાણીપાણીની લારી અને ગલ્લા સહીતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.