Home / Gujarat / Vadodara : Love Jihad in Vadodara Mohsin disguised himself as Manoj and seduced a married woman

વડોદરામાં લવજેહાદ: મોહસીને મનોજ બની પરીણિતાને ફસાવી, સંતાનોને ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ

વડોદરામાં લવજેહાદ: મોહસીને મનોજ બની પરીણિતાને ફસાવી, સંતાનોને ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ

Love Jihad in Vadodara: વડોદરાના તાંદળજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન અયુબખાન પઠાણે પોતાની ઓળખાણ મનોજ સોની તરીકે આપીને બાપોદ વિસ્તારમાં રહેતી 33 વર્ષની અને બે સંતાનોની માતાને પ્રેમ જાળમાં ફસાવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાંડો ફૂટતા મહિલા અને તેના બે સંતાનોને ધર્મ પરિવર્તન માટે ધમકી આપી

મુસ્લિમ હોવા છતાં હિન્દુ વિધિ મુજબ મોહસિને પરિણીતા સાથે લગ્નનું તરકટ કર્યું હતું. ગત ઉત્તરાયણના રોજ પરિણીતાને મોહસિનની અસલિયતની જાણ થઈ હતી. તેણે આ અંગે મોહસિનને કહેતા ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ મોહસિને પરિણીતાને અને તેના સંતાનોને ધર્મ પરિવર્તન માટે દબાણ શરૂ કર્યું હતું અને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો તને કરીશ તો તને જાનથી મારી નાખીશ. 

પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

મોહસિને પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારે ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી 90 હજારની લોન પણ લેવડાવી હતી. આ ઉપરાંત તેણે પરિણીતા પાસેથી 1 લાખ રોકડા લીધા હતા, અને પોતાના મિત્રના નામે મોપેડ લીધું હતું. પરિણીતાએ બનાવ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.



Related News

Icon