Home / Gujarat / Vadodara : Vadodara news: Students protest to declare merit list in MS University

Vadodara news: MS યુનિવર્સિટીમાં મેરિટ લિસ્ટ જાહેર કરવા વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન

Vadodara news:  MS યુનિવર્સિટીમાં મેરિટ લિસ્ટ જાહેર કરવા વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન

M S University Vadodara: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં દર નવા શૈક્ષણિક વર્ષે એડમિશન બાબતે વિવાદ સર્જાય છે. હાલમાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોમર્સ ફેકલ્ટીનું મેરિટ લિસ્ટ જાહેર ન કરાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. તેમણે જ્યાં સુધી મેરિટ લિસ્ટ જાહેર નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવા વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યા હતા. પરંતુ ત્યારબાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી, જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી મેરિટ લિસ્ટની માગ કરી હતી. વિદ્યાર્થીઓએ લોબીમાં બેસીને મેરિટ લિસ્ટ જાહેર ન કરવા બાબતે સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો.

સરકારી ગાઈડલાઈન હોવાનો યુનિવર્સિટી તંત્રનો દાવો
યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં લિસ્ટ જાહેર કર્યા વિના એડમિશન આપવા બાબતે યુનિવર્સિટી તંત્ર દ્વારા જણાવાયું હતું કે, સરકારી ગાઈડલાઈન મુજબ આ પ્રથા શરૂ કરાઈ છે. જોકે, આ બાબતે સરકારી પરિપત્ર બતાવવા વિદ્યાર્થીઓએ માગ કરી ત્યારે અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. કોમર્સ ફેકલ્ટીમાં 90 થી 95 ટકા જેટલા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. કેટેગરીનું મેરિટ લિસ્ટ યુનિવર્સિટી તંત્ર દ્વારા જાહેર કરવાની માગ વિદ્યાર્થીઓએ શરૂ કરી છે.

Related News

Icon