
Vadodara news: વડોદરા શહેરના હરણી બોટકાંડના પીડિતોએ ઘર બહાર બેનર લગાવીને ભાજપ માટે પ્રવેશ બંધી કરી, તંત્ર ની કામગીરી થી નારાજ છે બોટકાંડ ના પીડિતો, દોઢ વર્ષે ન્યાય નહીં, વારંવાર નજરકેદ કરીને હેરાન કરાય છે હરણી બોટકાંડ ની ઘટનાને દોઢ વર્ષે થઈ ગયા છતાં પણ પીડિતોને ન્યાય મળ્યો નથી. મુખ્યમંત્રી સુધી રજૂઆતો બાદ પણ પીડિતો ન્યાય માટે વલખાં મારે છે. આખરે પીડિતોએ ભાજપના નેતા માટે પ્રવેશ બંધી દર્શાવતાં બેનરો લગાવ્યાં હતાં.
મળતી વિગતો અનુસાર, વડોદરામાં આજથી દોઢ વર્ષ અગાઉ હરણી લેકમાં બોટ પલ્ટી જતા 12 બાળકો મળી 14 નિર્દોષના ભોગ લેવાયા હતા. બોટકાંડમાં બાળકો ગુમાવનાર પરિવારો ન્યાયની માગ સાથે રસ્તા પર ઊતરે છે તો પોલીસ પકડી લે છે. મુખ્યમંત્રી કે ગૃહમંત્રી આવવાના હોય તો પરિવારોને નજર કેદ કરી હેરાન કરવામાં આવે છે. જેથી પીડિત પરિવારોએ પોતાનાં ઘર પર બેનર લગાવીને ભાજપના નેતાઓ અને આગેવાનો માટે પ્રવેશ બંધી કરતા બેનરો લગાવ્યા હતા. હવે પછી કોઈએ પણ ભાજપ સાથે કોઈ વ્યવહાર ન કરવાનો નિર્ણય પણ કર્યો હતો.