વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઇને CM ભુપેન્દ્ર પટેલે તમામ માહિતી લીધી હતી. અધિકારીઓને તાબડતોબ બચાવ કામગીરી કરવા આદેશ આપ્યો છે. તો બીજી તરફ હાલ SPથી લઇને સ્થાનિક અધિકારીઓ રાહત અને બચાવ કામગીરી શરુ કરી કરાઇ છે.સ્થાનિક તવૈયાઓના મદદથી કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજ 40 વર્ષ જુનો હતો તેવી માહિતી સામે આવી છે.
બ્રિજનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું
આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.
સ્થાનિકોનો ભાજપ પર ગંભીર આરોપ
સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની 25 વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે 45 વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.