દમણથી દારૂને ગુજરાતમાં લાવવા માટે વલસાડ થઈને બુટલેગરો પસાર થતાં હોય છે. ત્યારે છીપવાડ રેલવે અંડરપાસ પાસેથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી કારના ચાલકે બેફામ રીતે કાર ચલાવી રાહદારી અને મોપેડને અડફેટે લીધાં હતાં. જેથી વિદેશી દારૂ ભરેલી કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી.

