Valsad News: વરસાદ વરસતાં જ ગુજરાતભરના રસ્તાઓમાં ગાબડા પડવાની શરુઆત થઈ જાય છે. એવામાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં નદી પરના બ્રિડમાં ગાબડું પડ્યું હતું. વલસાડ જિલ્લાના ધરમપુરમાં નેશનલ 56 પર માન નદીના બ્રિજ પર ગાબડું પડ્યું હતું. માન નદીના બ્રિજ ઓર આંસુરા નજીક આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગ દોડતું થયું હતું અને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.
આ બ્રિજ વાપીથી અંબાજીને જોડે છે તેમજ નેશનલ હાઈવે 56 બીજી તરફ મહારાષ્ટ્રને પણ જોડે છે. જેથી આ રોડ પર ભારે વાહનોની પણ અવરજવર રહેતી હોવાથી રસ્તો બિસ્માર થયો છે. એવામાં ભારે વરસાદને કારણે ગાબડું પડ્યું હતું. જો કે, હંમેશની જેમ તંત્રએ સમારકામ કરી પોતની ફરજ બજાવી હતી.