
વલસાડ જિલ્લામાં સાંજ થતાની સાથે જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવનને અસર થઈ રહી છે. શહેર હોય કે નેશનલ હાઇવે નંબર 48 હોય આ ધોધમાર પડી રહેલા વરસાદને કારણે લોકોને ડ્રાઇવિંગમાં પણ પડી રહી છે. હાલાકી તો બીજી તરફ સતત વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાની થઈ રહી છે.
જનજીવનને સીધી અસર
વલસાડ જિલ્લામાં સાંજ થતાની સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. થોડાક સમયમાં જિલ્લાભરના તમામ તાલુકાઓમાં પણ વરસાદની શરૂઆત થતા જિલ્લામાં વરસાદી પાણીએ જોર પકડવાની શરૂઆત કરી હતી. જેને લઇને સામાન્ય જન જીવન પર સીધી અસર થઈ રહી છે. તો બીજી તરફ જ્યાં જ્યાં રસ્તા બનાવવાનું કામ થઈ રહ્યું છે. ત્યાં પણ વરસાદ પડવાને કારણે કામ અટકી જાય છે. થયેલું કામ પણ ધોવાઈ જાય છે. જેને કારણે હાલ રસ્તાની પરિસ્થિતિ પણ સુધરી શકી નથી.
ઉભા પાકને નુકસાન
જે ખાડાઓ ઊંડા થઈ ચૂક્યા છે. તેમાં પાણી ભરાઈ જવાને કારણે ટુ વ્હિલર ચલાવનાર યુવાનોની હાલત વધુ કફોડી બની છે. ખાસ કરીને હાઇવે પર રસ્તા અને ખાડા વચ્ચે પાણી હોય અકસ્માતો પણ વધી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોએ ડાંગરનો પાક જેની રોપણી પૂર્ણ કરી દીધી છે. પરંતુ અતિશય વરસાદને કારણે વધારે પડતું પાણી ક્યારામાં ભરાઈ જવાને કારણે રોપણી કરેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.