
ગુજરાતમાંથી ઠેર ઠેર ચોરી અને લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે.એવામાં વલસાડમાંથી એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં એક કારમાંથી ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે. વલસાડના અંદાજીત 12 લાખની ચોરીની ઘટના સામે આવી છે.
વલસાડના છીપવાડમાં હેરિયર કારમાંથી કાચ તોડીને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. એક વ્યાપરીને પેમેન્ટ આવ્યું હતું જે તેમણે કારમાં મૂક્યું હતું. છીપવાડ જકાત નાકા પાસે હેરિયર કારમાં પૈસા હતા તે સમયે કારમાં સવાર બે વ્યક્તિ નજીકની દુકાનમાં ગયા હતા. જ્યારે તેઓ દુકાનમાં હતા તે દરમ્યાન કારનો કાચ તોડીને કારમાં પડેલી કેશ ઉઠાવીને ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે વલસાડ સીટી પોલિસ, રૂરલ પોલીસ, એલસીબી અને તમામ ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોતરાયા છે.