સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા ગત બુધવારે મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં એસ.ટી. બસમાં સવાર ૧૫થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જે બનાવ અંગે પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી છે.

