કોંગ્રેસે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી તૈયારી શરૂ કરવાના મૂડમાં જોવા મળી રહી છે. ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર પાર્ટીને મજબૂત કરવા ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. જે હેઠળ રાહુલ ગાંધી (Rahul Gandhi ) બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) મોડાસાની મુલાકાત લેશે.

