
વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજના તૂટી પડવાની ઘટનાએ રાજ્યમાં હડકંપ મચાવ્યો છે. 2012ના સ્ટ્રક્ચરલ રિપોર્ટમાં આ પુલને જોખમી ગણાવી સમારકામની જરૂરિયાત દર્શાવાઈ હતી. રિપોર્ટમાં RCC સ્લેબમાં તિરાડો, સળિયામાં કાટ, જોઈન્ટ્સ ખુલ્લા, વેરિંગ કોટ અને પાળી તૂટેલી, વનસ્પતિ ઊગી નીકળવી તેમજ રેલિંગ સંપૂર્ણ ખરાબ હોવાનું જણાવાયું હતું. પુલે તેની ડિઝાઈન લાઈફના 75 ટકા જીવી લીધા હોવાની ચેતવણી હતી, છતાં 13 વર્ષ સુધી સરકારે કોઈ નક્કર પગલાં ન લીધાં.
આ ઘોર બેદરકારીએ 13 જુલાઈ, 2025ના રોજ 13 લોકોના જીવ લીધા
આ ઘોર બેદરકારીએ 13 જુલાઈ, 2025ના રોજ 13 લોકોના જીવ લીધા. પ્રશ્ન એ છે કે સરકારે 2012ના રિપોર્ટની અવગણના કેમ કરી? અમારી માંગ છે કે સરકાર 2012નો રિપોર્ટ જાહેર કરે, જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના નિવારવા તાત્કાલિક પગલાં લે. આ માત્ર પુલની નિષ્ફળતા નથી, પરંતુ વહીવટી જવાબદારીનું ધોવાણ છે
2012માં જ રિપોર્ટમાં કર્યો હતો ઉલ્લેખ
આ ઘોર બેદરકારીએ 13 જુલાઈ, 2025ના રોજ 13 લોકોના જીવ લીધા. પ્રશ્ન એ છે કે સરકારે 2012ના રિપોર્ટની અવગણના કેમ કરી? અમારી માંગ છે કે સરકાર 2012નો રિપોર્ટ જાહેર કરે, જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના નિવારવા તાત્કાલિક પગલાં લે. આ માત્ર પુલની નિષ્ફળતા નથી, પરંતુ વહીવટી જવાબદારીનું ધોવાણ છે.
આ બ્રિજ ૪૦ વર્ષ જૂનો છે અને ખખડધજ થઇ ગયો
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ ૪૦ વર્ષ જૂનો છે અને ખખડધજ થઇ ગયો હતો. તેના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કામ સમયાંતરે થતું હતું. આજે સવારે આ બ્રિજ પરથી અનેક વાહનો પસાર થતા હતા ત્યારે ત્રણ અને ચાર નંબરના પિલરની વચ્ચેનો આશરે ૨૦ મીટર લાંબો સ્પાન ધડાકાભેર અચાનક ધરાશાયી થતા મોટો બ્રિજ બે ભાગમાં વહેંચાઇ જતા મોટી દુર્ઘટના બની હતી.