
વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૩૧મે નો દિવસ વિશ્વ ટોબેકા નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા બીડી, સીગારેટ, ગુટખા વગેરેની હોળી કરવામાં આાવી હતી. જેમાં સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈ. વાય. બી. ગોહિલ, તથા ગુરુકુલના પ્રભુ સ્વામી, ભંડારી સ્વામી કૃષ્ણપ્રસાદદાસજી, ભગવાનજી ભાઈ કાકડીયા તેમજ કાનાભાઈએ ‘ગુટખાની હોળી પ્રગટાવી હતી.
લોકોને જાગૃત કરવા પ્રયાસ
દુર્વ્યસન એટલે એવી આદત કે જે આપણને ધીમે ધીમે અંદરથી ખોખલું કરી નાખે છે. તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ, દારૂ, ડ્રગ્સ આ બધાં માણસના શરીર અને જીવન માટે ઝેર સમાન છે. રોગ અને શત્રુને ઉગતા ડામવા જોઈએ. આજે માણસ શત્રુને ડામવા પ્રયત્ન કરે છે જ્યારે રોગને જાણવા છતાં જગાડવા પ્રયત્ન કરી રહ્યો છે. એમ આજે વિશ્વ તમાકુ નિષેધ દિન પૂર્વે વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું.
વ્યસન મુક્તિ અભિયાન
સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી વિશેષતા છે આશ્રિતોએ નિર્વ્યસની જીવન જીવવાની. ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારતી વખતે જ તેમણે પાંચ પ્રતિજ્ઞા લેવાની હોય છે. જેમાં દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર અને વટાળ પ્રવૃત્તિથી દૂર રહેવું. વિશ્વ હેલ્થી ઓર્ગેનાઈઝેશન WHO અનુસાર દર વર્ષે લગભગ 80 લાખ લોકો તમાકુ સંબંધિત બીમારીઓના લીધે મૃત્યુ પામે છે. આપણા દેશમાં ઘણી યુવા પેઢી વ્યસનની શિકાર બની રહી છે. ગુજરાતમાં દર વર્ષે 60 લાખ લોકો મોઢાના કેન્સરની તપાસ કરાવે છે. એમાંથી 33 હજાર લોકોને મોઢાનું કેન્સર ડિટેક્ટ થાય છે. ગુરુકુલના સંતો, યુવાનો, બાળકો અને મહિલાઓ દ્વારા ચાલતા વ્યસન મુક્તિ અભિયાન દરમ્યાન છેલ્લા વર્ષમાં ૮,૦૦૦ હજાર ઉપરાંત લોકોએ તમાકુ, ગુટકા, સીગારેટ, માવા, દારૂ અને ડ્રગ્સના વ્યસનો છોડયા હતા.