
મોરબીના હળવદમાં ખનીજ માફિયાઓ સામે ખુદ ગ્રામજનોએ મોરચો માંડ્યો હતો.મ હળવદના છાડધર ગામે ખનીજ ચોરી અટકાવવા ત્યાંની જનતાએ રે કરી હતી. જેની જાણ સ્થાનિક તંત્રને થતાં પોલીસ, મામલતદાર આ ખાણખનીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું.
હળવદમાં ખનીજ ચોરી અટકાવવા કરી જનતા રેડ
મોરબીના હળવદના ચાડધ્રા ગામે ખનીજ ચોરી અટકાવવામાં માટે જનતા રેડ કરવામાં આવી હતી. સરકારી રોયલ્ટીવાળા વાહનો નિયમ કરતાં વધારે ખનીજ કાઢતા હોય તેવી જાણ થતાં ગામના લોકો દ્વારા જાણતા રેદ કરવામાં આવી હતી. જનતા રેડ કરાતા જ ગ્રામજનો દ્વારા મોડી રાત સુધી હોબાળો મચાવ્યો હતો. જે લીઝ માટે જમીન આપવામાં આવી છે તેમાં નિયમોનું પાલન નાથી થતું. તેમજ રોયલ્ટીની ચિઠ્ઠીનો વધારે વાર ઉપયોગ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો ગ્રામજનો દ્વરા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગંભીર પરિણામ આવે તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવા માંગ
સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તંત્રને કરવામાં આવતા પોલીસ, મામલતદાર અને ખાણખનીજ વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. ગ્રામજનોને સમજાવી મચાયેલો હોબાળો શાંત કરાવ્યો હતો. કોઈ ગંભીર પરિણામ આવે તે પહેલા તંત્ર કોઈ પગલાં ભારે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.