છેલ્લા કેટલાંક સમયથી નકલીનો રાફડો ફાટ્યો છે. વસ્તુ નકલી હોય ત્યાં સુધી સમજી શકાય હવે ધુતારાઓ લોકોને છેતરવા માટે નવી યુક્તિઓ અજમાવી રહ્યા છે. હાલમાં સામે આવેલો મામલો જોઈ તમે ચોંકી જશો. મધ્યપ્રદેશમાં સરકારી વિભાગોની નકલી વેબસાઇટ બનાવીને નોકરી ભરતીના નામે સાયબર છેતરપિંડીનો મોટો ખેલ ચાલી રહ્યો હતો. સાયબર ગુનેગારો વિવિધ વિભાગોના નામે સમાન વેબસાઇટ(fake website) બનાવે છે અને પછી તેના પર ભરતીની જાહેરાત કરે છે અને ઓનલાઈન અરજી ફી(Online application fee) લે છે અને બેરોજગાર (Unemployed) લોકોને છેતરે છે.

