કર્ણાટકના હાસન જિલ્લામાં હૃદયરોગના હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. છેલ્લા 40 દિવસમાં હૃદયરોગના હુમલાથી 21 લોકોના મોત થયા છે. કાર્ડિયાક અરેસ્ટની પણ શંકા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આમાં વધુ યુવાનો મૃત્યુ પામી રહ્યા છે. માહિતી અનુસાર, હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામનારા 62 ટકા લોકો 45 વર્ષથી ઓછી ઉંમરના છે. 5 લોકોની ઉંમર 19થી 25 વર્ષની વચ્ચે છે. સોમવારે માત્ર એક જ દિવસમાં 3 લોકોના હૃદયરોગના હુમલાથી મોત થયા હતાં. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કર્ણાટક સરકારના મુખ્ય સચિવ હર્ષ ગુપ્તાએ જણાવ્યું હતું કે હાસન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના મતે, અન્ય સ્વાસ્થ્ય સંબંધિત કારણો ઉપરાંત, કેટલાક લોકોના હૃદયના સ્નાયુઓને અસર કરતા આનુવંશિક (જેનેટિક) કારણો પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે કારણ આનુવંશિક છે કે બીજું કંઈક, અમે આ અંગે 9 કેસોમાં રિપોર્ટ માંગ્યા છે.

