તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશ ગામીતને ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રમુખને આરોગ્ય કર્મચારી મહામંડળના કાર્યકર ધ્વારા ધમકી આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આરોગ્ય કર્મચારી મહામંડળના કાર્યકર દ્વારા એવી ધમકી અપાઈ કે, ગાંધીનગર ખાતે આવો તો જાનથી મારી નાખશું એવી ધમકી આપવામાં આવતા સોશિયલ મીડિયા ગૃપ અને સંગઠનમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

