Home / Gujarat / Banaskantha : More than 30 children suffer from food poisoning at Danta Primary School, 1 dies

Banaskantha news: દાંતાની પ્રાથમિક શાળામાં 42થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, 1નું મોત

Banaskantha news: દાંતાની પ્રાથમિક શાળામાં 42થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, 1નું મોત

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતાની વેકરી પ્રાથમિક શાળાનાં 42થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી. આ બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માકડી ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ બાળકોની તબિયત ગંભીર હોવાની વધુ સારવાર અર્થ ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, દાંતા વેકરી પ્રાથમિક શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગ ઘટનાની જાણ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ઘટનાને લઈને શિક્ષકો અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ 13 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ અન્ય બાળકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. નોંધનીય છે કે, છેલ્લા 2 દિવસથી બાળકોની તબિયત લથડી રહી હતી. જેમાં કેટલાય બાળકોને ઝાડા-ઊલટી થવાની ફરિયાદ સામે આવી રહી હતી.

Related News

Icon