
Heatwave in Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 10 એપ્રિલ સુધી ગરમીને લઈને હીટવેવની આગાહી કરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ભીષણ ગરમી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરનો તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 9 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર યલો ઍલર્ટ અને કચ્છ, રાજકોટ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમી વધી જતા સેવાભાવી લોકો દ્વારા ઠંડા પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઠંડા પીણાની સેવાનો રાહદારી લાભ લેતા જોવા મળ્યા હતા. રાહદારીઓએ કહ્યું કે, આ સેવા કોણે કરી છે એ અમને ખ્યાલ નથી પરંતુ અમે તેમનો દિલથી આભાર માનીએ છીએ.