ગુજરાતમાં ચોમાસું શરૂ થતાની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે,ગત અઠવાડિયું દક્ષિણ ગુજરાત માટે ખૂબ કપરૂ રહ્યું છે. અહીં મેઘરાજાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો, જેના કારણે આખેઆખા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, હાલ અનેક જિલ્લામાં વરસાદે ખમૈયા કર્યા છે, પરંતુ હજુ આ અઠવાડિયે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે આ અઠવાડિયા માટે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, 2 જુલાઈથી 7 જુલાઈ સુધીમાં ગુજરાતના કોઈ જિલ્લાને રેડ એલર્ટ નહીં હોય.આ સિવાય અનેક જિલ્લામાં વરસાદ વિરામ લેશે.

