VIDEO: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનને એક પખવાડિયા જેટલો સમય થઈ ગયો છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. બે-ત્રણ જિલ્લાને બાદ કરતા રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે તેવામાં આવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર વરસાદી માહોલ છે.
ભાટિયા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં છે. ભાટિયા ગામ બહારનો મુખ્ય માર્ગ જળમગ્ન થયો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો, જેથી ભાટિયા અને આસપાસના પંથકમાં લોકોને હાલાકી વેઠવાની નોબત આવી છે. લોકોને રસ્તા પરથી અવરજવર કરવામાં મુશ્કેલી પડવા લાગી છે. આ ઉપરાંત ભાટિયા ગામથી ભોગાત ગામ તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે.