
ગુજરાત રાજ્યની પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એક્શન મોડમાં છે. રાજ્યની પ્રાંતિજની એક્સપારીમેન્ટલ કોલેજમાં પરીક્ષા દરમિયાનસામુહિક ચોરીની ઘટના સામે આવી છે. MSC સેમ-4ની પરીક્ષામાં વોટ્સએપ ગ્રુપ બનાવી સામૂહિક ચોરી કરવામાં આવતી હતી. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ ભારે હોબાળો મચ્યો હતો.
આખરે કોલેજના પરીક્ષા કેન્દ્રને હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું
આ ઘટના વિરુદ્ધ અન્ય વિદ્યાર્થીઓનો ભારે વિરોધ અને ઉગ્ર દેખાવ થતાં આખરે કોલેજના પરીક્ષા કેન્દ્રને હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તપાસ સમિતિએ કોલેજની મુલાકાત લીધી હતી.