
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના વધુ એક વિવાદાસ્પદ નિર્ણય પર રોક લાગી છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્યની નિમણૂક રદ કરવા નિર્ણય લીધો. બોર્ડ ઓફ મેનેજમેન્ટમા રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાં હિરેન પટેલની નિમણૂકનો મામલો હતો. હિરેન પટેલની સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ રજિસ્ટર્ડ અસલી નહીં હોવાના પુરાવા રજૂ નહીં કરતા નકલી ડિગ્રી સર્ટી હોવાની શંકા છે.
અગાઉ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ યુનિવર્સીટીની કામગીરીમાં હાજર નહીં રહેવા જણાવ્યું હતું. શિક્ષણ જગતમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે હોદ્દા મેળવવાની લાહ્યમાં સરકારે કાચું કાપ્યું હતુ.