
પરેશ રાવલે અચાનક હેરાફેરી 3 છોડી દેવાથી તેના ફેન્સ ચોંકી ગયા છે અને હવે આ મામલે ફિલ્મ નિર્માતા અને અક્ષય કુમારે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એવામાં હવે ફેન્સને ચિંતા છે કે બાબુ ભૈયાના રોલ માટે કોને પસંદ કરવામાં આવશે? ત્યારે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર બોલર હરભજન સિંહે બાબુ ભૈયાના રોલ માટે પોતાનો અભિપ્રાય આપતા ક્રિકેટરનું નામ લઈને કહ્યું છે કે તે આ ભૂમિકા સારી રીતે ભજવી શકે છે.
સૂર્યકુમાર યાદવને હેરાફેરી 3માં 'બાબુ ભૈયા' બનાવવો જોઈએ
હરભજને મજાકમાં સૂચન કર્યું છે કે સૂર્યકુમાર યાદવને હેરાફેરી 3માં 'બાબુ ભૈયા' બનાવવો જોઈએ. હરભજને કહ્યું કે, 'સૂર્યા ખૂબ જ સારો છે. તે ખૂબ જ સારો અભિનેતા છે અને હા, તે રમુજી પણ છે. તે હેરાફેરી જેવો અભિનેતા છે. જો હું બીજું કંઈ કહીશ તો તે વિવાદિત બની જશ. મેં જોયું કે પરેશ રાવલ ફિલ્મ છોડીને ચાલ્યા ગયા છે. અક્ષય ભાઈ, મારી સામે કેસ ન કરી દેશો.'
હરભજને હસતાં હસતાં કહ્યું, 'સૂર્યા પરેશ રાવલ જેવો અભિનય નહીં કરી શકે, પણ હા, તેને તેના ડાયલોગ્સ ચોક્કસ યાદ રહેશે. બની શકે કે તેને રિપ્લેસમેન્ટ તરીકે રાખી લેવામાં આવે. જો સૂર્યાને આ કામ મળી જાય છે, તો તેનો 15 ટકા ભાગ મારો રહેશે.'
પરેશ ફિલ્મ કેમ છોડી દીધી?
પરેશના વકીલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'અમારા ક્લાયન્ટ માટે સ્ટોરી, સ્કીનપ્લે અને એગ્રીમેન્ટનો એક ડ્રાફ્ટ જરૂરી છે, જે નિર્માતા દ્વારા મોકલવામાં આવ્યો નથી, જે અમારા માટે જરુરી હતો. આથી પરેશ રાવલે ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો.