રાજ્યમાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યના અમરેલી-ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે રાજુલાના હિંડોરણા રોડ પર મીરા દાતાર પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર,ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા
આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા હતા. કારમાં સવાર તમામ લોકો પાદરાના રહેવાસી હતા અને તેઓ દીવથી આવી રહ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે રોંગ સાઈડમાંથી કાર ઉછળીને ST બસની સાઈડમાં આવી જતા આ અકસ્માત સર્જાયો હતો, કારનો સંપૂર્ણ પણે કચ્ચરઘાણ વળી ગયો હતો.