
Himachal Rain: છેલ્લા ત્રણ-ચાર દિવસથી હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદને લીધે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે .પર્વત પર ભૂસ્ખલન અને ઉપરનો કાટમાળ નીચે આવી જતા માર્ગને નુકસાન જેના લીધે સિરમૌરના હરિપુરધાર જિલ્લામાં 11 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. જેમાં હરિપુરધાર-કુપવી માર્ગ પણ સામેલ છે. જે 11 કલાક સુધી જામ રહી હતી.
વહીવટી તંત્રએ આમાંથી 4 માર્ગોને બહાલ કરી નાખ્યા છે. વરસાદ પછી શનિવારે મધ્ય રાત્રિ આશરે દોઢ વાગ્યે ભૂસ્ખલન થતા હરિપુરધાર કુપવી પાસે આવેલી કચેરી પાસેનો રસ્તો ભારે વરસાદને લીધે બંધ થયો હતો.
બે વાહન ક્ષતિગ્રસ્ત
ભૂસ્ખલનની ઝપટે ચઢેલી ઈમારતની દીવાલ પણ આવી હતી. આ દરમ્યાન માર્ગ પાસે આવેલા બે વાહનને નુકસાન થયું હતું. જ્યારે એક વાહનને થોડું નુકસાન થયું હતું. રાત્રીના સમયે માર્ગ પર વાહનોની અવર-જવર ન થવાથી મોટી દુર્ઘટના થતા રહી હતી. રવિવાર બપોરે 12 વાગ્યાની આસપાસ માર્ગ પર નાના વાહનો અને મોટા વાહનો માટે ખોલી દેવામાં આવ્યો હતો. આ દરમ્યાન માર્ગની બંને બાજું વાહનોની લાંબી લાઈન લાગી હતી.
હરિપુરધારથી નાહન આવતી મોટાભાગની બસ મંદિર પાસે ફસાઈ રહી જ્યારે બીજા વાહનો બપોર બાદ નાહન અને અન્ય સ્થળ માટે નીકળી શક્યા હતા. સરકારી કચેરીની દીવાલ ધરાશાયી થતા હવે ઈમારતને પણ ખતરો પેદા થયા છે. આ તરફ માર્ગ મકાન વિભાગે જણાવ્યું કે, બપોર બાદ માર્ગને વાહન વ્યહાર માટે ખોલી દેવામાં આવ્યો છે.