Himachal Rain: છેલ્લા ત્રણ-ચાર દિવસથી હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદને લીધે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે .પર્વત પર ભૂસ્ખલન અને ઉપરનો કાટમાળ નીચે આવી જતા માર્ગને નુકસાન જેના લીધે સિરમૌરના હરિપુરધાર જિલ્લામાં 11 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. જેમાં હરિપુરધાર-કુપવી માર્ગ પણ સામેલ છે. જે 11 કલાક સુધી જામ રહી હતી.

