
Box Office Collection: ફિલ્મી થિયેટરમાં આ સમય દરમ્યાન ઘણીબધી ફિલ્મો લાઈન પર લાગેલી છે. આવામાં દર્શકો પણ પોતાના માનીતા અભિનેતા જોનરની ફિલ્મો જોવા થિેયેટર જઈ રહ્યા છે. આ કારણથી એકસાથે છથી સાત ફિલ્મો પડદા પર હોવા છતાં ઘણી ફિલ્મો દમદાર કમાણી કરી રહી છે. જો કે, કેટલીક ફિલ્મોની સ્થિતિ ખરાબ છે. આની કમાણી લાખોમાં સમેટાઈ રહી ગઈ છે.
કેસરી-2
18 એપ્રિલના રોજ રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ કેસરી-2 હજી પણ પડદા પર છે. રિલીઝના પહેલા અઠવાડિયે ફિલ્મે 46.1 કરોડ અને બીજા અઠવાડિયે 28.65 કરોડ રૂપિયા કમાણી કરી હતી. 15મા દિવસે પણ ફિલ્મ 1.15 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. હજી પણ તે 16મા દિવસે કેસરી-2એ 1.85 કરોડ રૂપિયા કમાણી કરી લીધા છે.
હિટ ૩
નાનીની ફિલ્મ 'હિટ ૩: ધ થર્ડ કેસ' પણ સારું કલેક્શન કરી રહી છે. 1 મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 21 કરોડનો શાનદાર કલેક્શન કર્યો હતો. બીજા દિવસે ફિલ્મે 10.5 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે પણ 'હિટ ૩: ધ થર્ડ કેસ'એ 10.4 કરોડની કમાણી કરી હતી. હવે ત્રણ દિવસમાં ફિલ્મે કુલ 41.9 કરોડની કમાણી કરી છે.
રેટ્રો
સૂર્યા અભિનીત ફિલ્મ 'રેટ્રો'એ પહેલા દિવસે 1925 કરોડના કલેક્શન સાથે મજબૂત શરૂઆત કરી હતી. જોકે, બીજા દિવસે જ ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને તે ફક્ત 7.75 કરોડ જ કમાઈ શકી હતી. ત્રીજા દિવસે પણ ફિલ્મે ફક્ત 8 કરોડ જ કલેક્શન કર્યા હતા.
થંડરબોલ્ટ્સ
એક્શન અને સાયન્સ ફિક્શન હોલીવૂડ ફિલ્મ થંડરબોલ્ટ્સને થિયેટરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે પહેલા દિવસે 3.85 કરોડ, બીજા દિવસે 1.7 કરોડ અને ત્રીજા દિવસે 2.52 કરોડની કમાણી કરી હતી. ત્રણ દિવસમાં ફિલ્મે ભારતમાં કુલ 8.07 કરોડનો વ્યવસાય કર્યો છે.
રેડ-2
બોલિવૂડ અભિનેતા અજય દેવગનની ક્રાઈમ-એક્શન ફિલ્મ 'Raid 2' એ વર્ષ-2018માં આવેલી 'Raid' ની સિક્વલ છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ 1 મે થી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને ઘણી કમાણી કરી રહી છે. બે દિવસની શાનદાર કમાણી પછી, 'Raid 2' એ ત્રીજા દિવસે પણ 18.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે, 48 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે ત્રણ દિવસમાં તેનો ખર્ચ વસૂલ કર્યો છે. ત્રણ દિવસમાં 'Raid 2' નું કુલ કલેક્શન 51.31 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ભૂતની
'The Bhootni' પણ 1 મે ના રોજ 'Raid 2' સાથે સ્ક્રીન પર આવી છે અને ટક્કર વચ્ચે ગાયબ થઈ રહી હોય તેવું લાગે છે. SACNILK ના મતે, ફિલ્મે પહેલા દિવસે 65 લાખ અને બીજા દિવસે 63 લાખ રૂપિયાની કમાણી કરી હતી. હવે ત્રીજા દિવસે, શનિવાર હોવા છતાં, ફિલ્મ માત્ર 69 લાખ રૂપિયાની કમાણી કરી શકી છે. આ સાથે, 'ધ ભૂતની' એ ત્રણ દિવસમાં કુલ 1.96 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો છે.