અમદાવાદમાં ચંડોળા તળાવમાં ચાલી રહેલા અભિયાન મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "અમે તે વિસ્તાર તોડી પાડ્યો છે, જ્યાંથી અલ કાયદા સાથે જોડાયેલા ચાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા હતા. આ વિસ્તારમાંથી જ અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ થયો હતો.
અમે તે વિસ્તાર તોડી પાડ્યો છે જ્યાંથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા
જ્યાં આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ દ્વારા યુવાન મુસ્લિમ છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવતી હતી. અમે તે વિસ્તાર તોડી પાડ્યો છે. જ્યાંથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા હતા. આ ઐતિહાસિક કાર્ય અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
અમે 1-1 ઇંચ જગ્યા ખાલી કરાવીને રહીશું
જ્યના નાગરિકોના હિતમાં અમે 1-1 ઇંચ જગ્યા ખાલી કરાવીને રહીશું. માનવતાને ધ્યાનમાં રાખીને આ કામને પૂર્ણ કરીને તળાવની જે સવા લાખ મીટર જગ્યા છે તેને ગેરકાનૂની બાંગ્લાદેશીઓએ પચાવી પાડી હતી.