
Kheda News: ગુજરાતમાંથી હનીટ્રેપના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે ખેડામાંથી હનીટ્રેપનો મામલો સામે આવી રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા મારફતે લોકોને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગ ઝડપાઈ છે. સોશિયલ મીડિયા એપ્લિકેશન ઉપર ફેક આઈડી બનાવી સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી હની ટ્રેપમાં ફસાવી નાણા પડાવતી ગેંગને મુખ્ય સૂત્રધાર સહીત ઝડપી પાડવામાં આવ્યા છે.
40 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ થઈ
ખેડા જિલ્લામાં કપડવંજ ટાઉન પોલીસને ફરિયાદ કરાતા સિનિયર સીટીઝનને હનીટ્રેપમાંથી ઉગારી છે. પોલીસ દ્વારા 40 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો વીડિયો ઉતારી સમાજમાં બદનામ કરવાની ધમકી આપાઈ હતી.
અપહરણ કરી 3 લાખની રકમ પડાવવામાં આવી
6 લાખની માંગણી કરાઈ હતી અને બળજબરીપૂર્વક અપહરણ કરી 3 લાખની રકમ પડાવવામાં આવી હતી. ઝડપાયેલા 9 આરોપીઓ બાકી રકમની સતત માગણી કરતા હતા. આખરે ફરિયાદના આધારે મુખ્ય સુત્રાધાર સહિત તમામ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.