
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે હાઈડ્રો પ્રોજેક્ટના સર્વે કરવાની કામગીરી લોકોએ અટકાવ્યો છે. જેથી જિલ્લા કલેક્ટર સહિત સાંસદ, પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય લોકોને સમજાવવા માટે ગયા હતા. પરંતુ લોકોએ પ્રચંડ વિરોધ કર્યો હતો. લોકોનો આક્રોશ જોઈને અધિકારીઓ પરત ફર્યા હતાં. જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય સાંસદ બે કલાક સુધી ધમધોપતા તાપમાં ઉભા રહીને અને જમીન ઉપર બેસીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં નિષ્ફળતા મળી હતી.
રસ્તા બંધ કરી દેવાયા
નસવાડી તાલુકાના નર્મદા કિનારે વસેલાં 10 જેટલા ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યો છે. તેનો આ વિસ્તારના લોકો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. સર્વેની કામગીરી કરતા અધિકારીઓને સર્વેની કામગીરી અટકાવતા ગઈકાલે પોલીસ પ્રોટેક્શન સાથે આવેલા અધિકારીઓએ ભેગા થયેલા 10 ગામના લોકોએ વિરોધ કર્યો. આજે ફરી આ જ વિસ્તારમાં જિલ્લા કલેકટર ,જિલ્લા પોલીસ વડા અને સર્વે કરતા અધિકારીઓ સર્વેની કામગીરી ન અટકાવે તેને તે માટેના પ્રયાસો કર્યા હતાં. પણ ગામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે, અમારા વિસ્તારમાં સર્વેની કામગીરી કરવા જ નહિ દઈએ. એટલે તો કેટલાય વિસ્તારમાં અધિકારીઓ ન જાય તે માટે રસ્તા ઉપર મોટા લાકડા મૂકી રસ્તાઓને બંધ કરી દીધા છે.
હાઇડ્રો પ્રોજેક્ટ છે શું ?
હાઇડ્રો પ્રોજેક્ટ બાબતે ખુદ અધિકારી કે નેતા લોકોને સમજાવી શકાતા નથી. જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ બાબતે અમારા પાસે જ પૂરતી માહિતી નથી. તમને કેવી રીતે ખબર પડી. હાલ તો સેટેલાઈટ દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેનું નામ આવતા જ લોકો ઉશ્કેરાયા અને સર્વેનું કામ કરવાનું જ નહિ તેમ કહેતા આવેલા તમામ અધિકારી, ધારાસભ્ય, સાંસદ વિમાસણમાં મૂકાયાં હતા. જો પ્રોજેક્ટ વિષે પૂરી માહિતી જ ના હોય તો મિટિંગમાં શું સમજાવી શકે. એ પણ એક સવાલ ઉભો થાય છે. ખૂબ મોટી સંખ્યામા આવેલા આદિવાસી લોકો ટ્સથી મસ ન થતા ગોઠવવામાં આવેલ મીટીંગ નેતાઓ અને અધિકારીઓ પડતી મૂકી ચાલતી પકડી હતી.
કેમ કરી રહ્યા છે 10 ગામના લોકો વિરોધ
આ વિસ્તાર માં રહેતા લોકો નું કહેવું છે કે સરકાર અમારી જમીન સંપાદન કરશે તો અમે જમીન વિહોણા બની જઈશું. અહી જે જમીન છે તેની ઉપર ખેતી કરી ને જીવન નિર્વાહ કરીએ છે એ અમારી પાસે રોજગારી માટે નો બીજો કોઈ સ્ત્રોત નથી. આ વિસ્તાર માં આરોગ્ય ની સુવિધા નથી .શિક્ષણ ની સુવિધા નથી .આ વિસ્તાર માં પાણી ની સુવિધા ની પણ સુવિધા નથી . ખરે ખર આ વિસ્તાર માં રહેતા લોકો ની ચિંતા કરી વિકાસ કરવો જોઇએ પણ તે ના કરતા હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માં આવી રહ્યો છે. જેનાથી અમને કોઈ ફાયદો થવાનો નથી .પ્રોજેક્ટ આવતા અમારે વિસ્થાપિત થવું પડશે અને જમીન વિહોણા બની જવું પડશે .જોકે લોકો નું કહેવું અમે કોઈ પણ ભોગે જમીન આપીએ નહિ . ભલે અમારે ભોગ આપવાનો થાય.
વિરોધ યથાવત
ધોમ ધકતા તડકા માં નીચે બેસી ને અધિકારીઓ ને આદિવાસી ઓ ને સમજાવવા ની કોશિશ વ્યર્થ ગઈ છે. અહી ના આદિવાસી સમાજ ના લોકો એક જ વાત કરી રહ્યા છે ગમે તે થાય અહી હાઇડ્રો પ્રોજેક્ટ નહિ જ આવવા દઈએ.જ્યાર થી આ વિસ્તાર ના લોકો ને હાઇડ્રો પ્રોજેક્ટ અવાવા ની જાણ થઈ છે ત્યાંર થી લોકો વિરોધ કરી રહ્યા છે. દિવસે ને દિવસે લોકો માં આક્રોશ વધી રહ્યો છે.નેતાઓ અને અધિકારી ઓ ની વાત અહી ના લોકો સાંભળવા તૈયાર નથી ત્યારે આવનારા સમય માં લોકો નો આક્રોશ કઈ દિશા પકડે છે તે જોવું રહ્યું.