
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. એમાંય ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે પીએમ મોદીની વન ટુ વન બેઠકને પગલે પાકિસ્તાનમાં ફફડાટ છે. આ સંદર્ભે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ PM નરેન્દ્ર મોદીને મળ્યા છે. નૌકાદળ અને વાયુસેનાના વડાઓ પછી આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ભારત તરફથી પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની મોટી તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ સાથે ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ પીએમ નિવાસસ્થાનેથી રવાના થયા છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે. ભારતના મિસાઇલ પરીક્ષણો, અરબી સમુદ્રમાં યુદ્ધ કવાયતો અને યુદ્ધ જહાજોની તૈનાતીએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. ડરેલું પાકિસ્તાન સતત પાયાવિહોણા નિવેદનો આપી રહ્યું છે. નેતાઓનો પાકિસ્તાની સેના પર કોઈ નિયંત્રણ નથી. પરંતુ પાકિસ્તાની નેતાઓ અને રાજદ્વારીઓ એક પછી એક વાહિયાત નિવેદનો આપી રહ્યા છે.
PM મોદીએ સેનાને પોતાની સાનુકૂળતા પ્રમાણે સમય અને લક્ષ્ય નક્કી કરીને બદલો લેવાની છૂટ આપી દીધી ત્યારથી LoC પર તૈનાત BSF પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે પરંતુ તેને ત્યાં પણ ભારતીય સેના ધૂળ ચટાડી રહી છે.