Sabarkantha News: સાબરકાંઠાના ઇડરમાં રેલવે અંડરપાસની કામગીરીએ ભારે મુશ્કેલી સર્જી છે. ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં ઇડર-અંબાજી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે હજારો મુસાફરો અટવાઈ ગયા છે. ઇડર-અંબાજી હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે હાઇવેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે અહીં મુસાફરો ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

