Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં ખાખી વર્દીને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં ભરબજારે પોલીસકર્મી નશાની હાલતમાં જોવા મળ્યો હતો. ઈડરના ભર બજારમાં પોલીસકર્મીએ તમાશો મચાવ્યો હતો. દારૂના નશામાં ધૂત ઈડરનો પોલીસકર્મી ગાડીમાં દારૂના નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો. ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો બીજી તરફ પ્રજાનો રક્ષક દારૂના નશામાં ઢુલ જોવા મળે છે.

