IIT અથવા IIM પાસ થયેલા લોકોને જ કરોડો રુપિયાનું પેકેજ મળે છે, એવુ મોટાભાગના લોકો વિચારે છે. પરંતુ બેંગ્લોર સ્થિત ટેક કોલેજ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી બેંગ્લોર (IIIT-B) ને તેના કેમ્પસ પ્લેસમેન્ટમાં 1.65 કરોડ રૂપિયાનું રેકોર્ડ વાર્ષિક પેકેજ મળ્યું છે. આ રેકોર્ડ બ્રેકિંગ ઓફર એક ઇન્ટિગ્રેટેડ એમ.ટેક (iMTech) વિદ્યાર્થીને મળી છે. જેને સૌથી ઓછું પેકેજ મળ્યું તેને વાર્ષિક 20 લાખ રૂપિયાની નોકરી મળી. હવે પ્રશ્ન એ થાય છે કે આ કોલેજમાં અભ્યાસ કેવો છે અને સૌથી અગત્યનું, અહીં પ્રવેશ કેવી રીતે મળે છે?

