સુરેન્દ્રનગર મુળી તાલુકાના નવા લોકેશન ઉપર ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા અને તેની ટીમે દરોડા પાડ્યા હતાં. એચ.ટી.મકવાણા અને તેની ટીમે આસુન્દ્રાળી, દુધઈ અને ધોળિયા આ ત્રણેય ગામના સીમાડે ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃતિ ઝડપી પાડી હતી.
આસુન્દ્રાળી ના સરકારી સર્વે નંબર ૨૪૩ વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન કરતા કુલ ૧૪ કૂવાઓ ( ખાડાઓ) અને વિસ્ફોટ સામાન સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત 300 મેટ્રિક ટન કાર્બોસેલ, 4 નંગ ચરખી, 30 નંગ સુપર પાવર 90 વિસ્ફોટક મળી કુલ રૂપિયા અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી થાનગઢ ખસેડવાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી
આ તમામ ગેરકાયદેસર કૂવામાંથી કાર્બોસેલનું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ કરનાર મૂળી તાલુકાનાં આસુંદ્રાળીના કમાભાઈ ચોથાભાઈ મીર તેમજ વગડીયા ગામનાં દિનેશભાઈ ઠાકોર સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.