ભારતની તમામ વ્યક્તિને ઇમરજન્સી એલર્ટ તેમના મોબાઇલ પર મોકલવામાં આવશે. આ એલર્ટ ફોન સાઇલન્ટ હોય તો પણ મોકલવામાં આવશે, પરંતુ એ માટે એક સેટિંગ્સ આવશે તેને ઓન કરવાનું રહેશે. ભારત દ્વારા હાલમાં જ પાકિસ્તાનમાં 9 આતંકવાદીઓની જગ્યાઓ પર અટેક કરવામાં આવ્યો હતો. એને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ માટે સરકાર દ્વારા આજે એટલે કે સાત મેના રોજ એક મોક ડ્રિલ કરવામાં આવી રહી છે. આ ડ્રિલ હેઠળ દરેકને મોબાઇલ પર એક એલર્ટ પણ મોકલવામાં આવશે.

